This is default featured post 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Saturday, February 19, 2011

ચોઘડિયા અને મુહર્ત જોવા મળશે આઈફોન પર!



ચોઘડિયા અને મુહર્ત જોવા મળશે આઈફોન પર!

ભારતના પ્રસિદ્ધ કેલેન્ડર કાલનિર્ણયનું મુંબઈમાં કંઇક અલગ રીતે ફરી અવતરણ થયું છે. વાસ્તવમાં આ કેલેન્ડરે ટેક્નોવર્લ્ડમાં પણ ધમાલ મચાવી છે. ભારતનું આ પ્રખ્યાત કેલેન્ડર હવે તમારા ઘરની દિવાલો પરથી તમારા ખિસ્સામાં આવી ગયું છે. જો તમે આઈફોન, આઈપેડ કે આઈપોડ ટચનો ઉપયોગ કરતા હો તો તમે માત્ર એક એપ્લીકેશનની મદદથી કાલનિર્ણય કેલેન્ડર એક્સેસ કરી શકો છો.

આ એપ્લીકેશનની કિંમત છે માત્ર 150 રૂપિયા

આ એપ્લીકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમને બધી જ જરૂરી જાણકારીઓ એલર્ટ તરીકે મળતી રહેશે. તમે તેને તમારી રીતે સેટ પણ કરી શકશો.કાલનિર્ણયનું અત્યારનું સંસ્કરણ માત્ર મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ અન્ય ભાષામાં પણ આ એપ્લીકેશન જલ્દી જ મળવા લાગશે. આ જ પ્રકારે કાલનિર્ણય એપ્લીકેશન ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પણ લાઇવ થશે. અત્યારે આ એપ્લીકેશન માત્ર એપ્પલના આઈઓએસ-4 વર્ઝન પર જ છે. આ એપ્લીકેશનની કિંમત છે માત્ર 150 રૂપિયા.
 

જે ગીત જોઈએ તે વાગશે

જે ગીત જોઈએ તે વાગશે
નવા કાર સ્ટીરિયો હવે હજારો ગીતોમાંથી આપની પસંદનું ગીત જ વગાડશે. આપને માત્ર પોતાની પસંદના ગીતો જણાવવાનાં રહેશે. આ કાર સ્ટીરિયોનું નામ ‘પેરોટ એસ્ટિરોઈડ’ રાખવામાં આવ્યું છે. આ એવો પ્રથમ કાર સ્ટીરિયો છે જે એપિ્લકેશન પણ ડાઉનલોડ કરી શકે છે. તેનો અર્થ એવો કે આ સીધી જ ઓનલાઈન મ્યૂઝિક સર્વિસ સાથે પણ કનેકટ થઈ શકે છે. આ સ્ટીરિયોમાં ગૂગલના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનું સોફ્ટવેર ઉપયોગમાં લેવાયું છે. તેને બનાવનાર ફ્રેન્ચ કંપની ‘પેરોટ’ના જણાવ્યા અનુસાર આ સ્ટીરિયોની કિંમત એક સામાન્ય કાર સ્ટીરિયો જેટલી જ રહેશે. 

ગૂગલના એન્ડ્રોઈડ પર ચાલશે મોટોરોલાનું ઝૂમ ટેબલેટ પીસી

ગૂગલના એન્ડ્રોઈડ પર ચાલશે મોટોરોલાનું ઝૂમ ટેબલેટ પીસી

ટેબલેટ કમ્પ્યૂટરના વધતા બજારમાં એપ્પલ, સેમસંગ અને ત્યારબાદ મોટોરોલા કંપની પણ સામેલ થવા જઈ રહી છે. આ કંપની ટૂંક સમયમાં પોતાનું ટેબલેટ પીસી ‘ઝૂમ’ લોન્ચ કરી રહી છે. આ પીસી ગૂગલના એન્ડ્રોઈડના નવા વર્ઝન ‘હનીકોબ્સ’ પર ચાલશે. મોટોરોલાના ચીફ એક્ઝિક્યૂટીવ સંજય ઝાએ આ જાણકારી અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત કંઝ્યૂમર ઈલેક્ટ્રિક શો દરમિયાન કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ઝૂમ આ વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં બજારમાં ઉપલબ્ધ થશે. ઝૂમનો આકાર લગભગ એપ્પલના આઈપેડ જેવો જ છે. તેનો સ્ક્રીન ૧૦.૧ ઈંચનો છે.

૩-ડી ટીવીનું વેચાણ અપેક્ષા કરતાં ઘણું ઓછું હોવાથી તોશિબા નિરાશ

૩-ડી ટીવીનું વેચાણ અપેક્ષા કરતાં ઘણું ઓછું હોવાથી તોશિબા નિરાશ
તોશિબા કંપનીના ૩-ડી ટીવીનું વેચાણ અપેક્ષા કરતાં ઘણું ઓછું હોવાથી કંપની નિરાશ છે. આ ૩-ડી ટીવી જોવા માટે વિશેષ પ્રકારના ચશ્માંની જરૂર પડે છે. કંપનીના ટીવી યુનિટના પ્રમુખ મસાકી ઓસમીએ જણાવ્યું હતું કે ટીવીના કુલ વેચાણમાં ૩-ડી ટીવીની ટકાવારી માત્ર ૧૫થી ૨૦ ટકા છે. જ્યારે તેનું લક્ષ્ય ૫૦ ટકા સુધી પહોંચવાનું હતું.

જાપાનથી યુરોપ અને અમેરિકા સુધી ક્યાંય પણ ૩-ડી ટીવીના વેચાણમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો નથી. ઓસમીએ જણાવ્યું હતું કે કદાચ ૩-ડી ટીવીની કિંમત વધારે હોવાથી આમ બની શકે છે. ખાસ કરીને ચશ્માં મોંઘા હોવાની સમસ્યા પણ છે. આ ઉપરાંત લોકો ટીવી સામે ચશ્માં પહેરીને બેસવાનું પણ પસંદ કરતા નથી.
 

સ્પામ ઈ-મેલમાં ઘટાડો થયો



સ્પામ ઈ-મેલમાં ઘટાડો થયો

છેલ્લા કેટલાક મહિનામાં સ્પામ ઈ-મેલની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે હજુ ચોક્કસપણે એ નથી જાણી શકાયું કે આ ઘટાડો શા માટે થયો છે. તજજ્ઞોના માનવા પ્રમાણે આ ઘટાડો કદાચ લાંબા સમય સુધી નહીં રહે. સ્પામ ઈ-મેલ આ ઘટાડો ઓગસ્ટ મહિનાથી જોવા મળ્યો છે. ક્રિસમસ દરમિયાન સ્પામ ઈ-મેલની સંખ્યામાં મોટાપાયે ઘટાડો જોવા મળ્યો છે.

એક સિકયુરિટી ફર્મના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં રોજના ૨૦૦ અબજ સ્પામ ઈ-મેલ મોકલાતા હતા. પરંતુ ડિસેમ્બરમાં આ સંખ્યા ઘટીને ૫૦ અબજ થઈ ગઈ છે. સિમેન્ટેક હોસ્ટેડ સર્વિસિઝના વરિષ્ઠ વિશ્લેષક પોલ વૂડે જણાવ્યું હતું કે સ્પામ ઈ-મેલ મોકલનાર સૌથી મોટા નેટવર્કની ગતિવિધિ ક્રિસમસ વખતે ઓછી થઈ ગઈ હતી. પરંતુ આવું શા માટે થયું તે જાણી શકાયું નથી.
 

સંગીતના શોખીનો માટે નવી શોધ 'કૉવૉન ડી-3 પ્લેન્યુ'



સંગીતના શોખીનો માટે નવી શોધ 'કૉવૉન ડી-3 પ્લેન્યુ'

નવા વર્ષની શરૂઆતની સાથે જ સંગીતના શોખીનો માટો ટેક્નોલોજી બજારમાં આવી રહ્યાં છે, હલ્કા-ફુલ્કા, આકર્ષક મેમરી ક્ષમતા વાળા અને વ્યાજબી કિંમતોના મ્યૂઝિક પ્લેયર.

શ્રેષ્ઠ ગુણવત્તા વાળા મ્યૂઝિક પ્લેયર બનાવનારી દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની કૉવૉન વર્ષ 2011માં શાનદાર મલ્ટીમીડિયા મ્યૂઝિક પ્લેયર 'કૉવૉન ડી-3 પ્લેન્યુ' પ્રસ્તુત કરશે.

તેમાં 3.7 ઇન્ચની ડિસ્પલે સ્ક્રીન આપવામાં આવી છે. સાથે-સાથે તેમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ, એફએમરેડિયો, ફોટો આલ્બમ અને માઇક્રો એસડી કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે.

આ મ્યૂઝિક પ્લેયરમાં 8 જીબી, 16 જીબી અને 32 જીબી મેમરી ક્ષમતા ઉપલબ્ધ રહેશે. તેમાં ગીતો સાંભળવાની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તા વાળા વીડિઓની પણ મજા માણી શકાય છે અને તે પણ ગૂગલના એન્ડ્રોયેડ પ્લેટફોર્મ ઉપર.
 

દારૂડિયા કારચાલકને સબક શીખવાડતુ ડિવાઈસ

દારૂડિયા કારચાલકને સબક શીખવાડતુ ડિવાઈસ

વિશ્વમાં મોટાભાગના રોડ એક્સિડન્ટ દારૂ પીને કાર ચલાવવાને કારણે થાય છે. બધા દેશો માટે આ એક મોટી સમસ્યા છે. આ સમસ્ યાનુ નિવારણ લાવવા માટે વૈજ્ઞાનિકોએ એક એવુ ઉપકરણ તૈયાર કરવાનો દાવો કર્યો છે કે જેને વાહનમાં લગાડ્યા પછી કાર ચાલુ જ નહીં થાય.


કારચાલક જો નશામાં ધૂત હશે તો કાર આગળ જશે જ નહીં. જો તમે નશામાં ધૂત થઈને કારમાં બેસશો તો કાર આગળ નહીં જાય તેનો અર્થ કે તમારો નશો ઉતરે તે પછી જ કાર આગળ જશે.


આ નવી ટેકનોલોજીમાં વાહનમાં એવા સેન્સર લગાડવામાં આવશે જે બહુ જ સંવેદનશીલ હશે. કારમાં બેસતાની સાથે જ તમારા શરીરમાં રહેલા આલ્કોહોલનુ પ્રમાણની જાણ થઈ જશે.


અમેરિકાના રાષ્ટ્રિય રાજમાર્ગ સુરક્ષા પ્રશાસનના પ્રશાસક ડેવિડ સ્ટ્રિકલેન્ડનુ કહેવુ છે કે આ ઉપકરણની શોધથી દર વર્ષે હજારો લોકોનો જીવ બચી જશે અને દુર્ઘટનાઓ ટળશે.


આ ઉપકરણને લગાડવા માટે વધુ ખર્ચ કરવાની પણ આવશ્યકતા નહીં પડે.
 


Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More