Saturday, February 19, 2011

ડ્રાઇવર વગર ચાલતી કાર: ઈએન-વી

ડ્રાઇવર વગર ચાલતી કાર: ઈએન-વી

તમને ગાડી ચલાવતા ન આવડતી હોય અને ગાડીમાં ફરવું હોય તો ગભરાશો નહીં

જો તમે કાર ચલાવવાના શોખીન હો અને તમને ડ્રાઇવિંગ ન આવડતું હોય તો હવે તમારે દુઃખી થવાની જરાય જરૂર નથી. એક ખાસ પ્રકારની કારમાં તમારે ડ્રાઇવ કરવાની જરૂર નહીં પડે. આ ગાડીને એક ખાસ મોડ પર સેટ કર્યા પછી તે પોતાની મેળે જ ચાલતી રહેશે. એટલું જ નહીં પોતાના વિશેષ આકારના કારણે તે વધારે ટ્રાફિકમાં પણ સરળતાથી પોતાનો રસ્તો કરી લેશે અને જાતે જ પાર્ક થઈ જશે. બે સીટવાળી આ કારનું નામ છે, ઈન-વી એટલે કે ઈલેક્ટ્રિક નેટવર્ક્ડ વેહીકલ.:

આ કારને બનાવવામાં પર્યાવરણ સંરક્ષણનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. વીજળીથી ચાલનારી આ કારમાં ઉર્જાનો વપરાશ બહુ જ ઓછો થશે. જનરલ મોટર્સ દ્વારા બનાવવામાં આવેલી આ કાર 360 ડિગ્રી એંગલ પર ફરી શકે છે. આ સિવાય તેને એક નિશ્ચિત મેન્યુઅલ મોડમાં સેટ કરીને ડ્રાઇવર વગર પણ ચલાવી શકાય છે. આ કારની કિંમત કંપની સામાન્ય માણસની પહોંચ પ્રમાણે રાખવાનું વિચારી રહી છે.

આ કારની બેટરી એક વખત આખી ચાર્જ થઈ ગયા પછી તેને 40 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તે વધારેમાં વધારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More