
ઇંટોમાંથી બનેલ BMW કાર ખરીદશો?
ચમચમાતી બીએમડબ્લ્યુ કારને જોઇને તેના પર કોઇનું પણ દિલ લાગી શકે છે. પણ જો તમારી સામે ઇંટોમાંથી બનેલ બીએમડબ્લ્યુ કાર આવી જાય તો. સાંભળીને તમને થોડું અટપટું લાગી શકે છે, પરંતુ આ સાચી વાત છે. જો કે ચીનના આર્ટિસ્ટ દાઇ ગેંજ એ ઇંટોને જોડીને નકલી બીએમડબ્લ્યુ ઝેડ4 સ્પોર્ટ્સ કાર તૈયાર કરી દીધી છે. આ અનોખી કારને દક્ષિણપૂર્વીય ચીનના શેંજહેંગ શહેરમાં ડિસ્પ્લે કરવામાં આવી છે. તેને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.
આ અનોખી કારને હવે તેના ખરીદનારની રાહ છે. પરંતુ જો તમે પણ ઇંટોથી બનેલ આ બીએમડબ્લ્યુ ઝેડ 4ને ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો જનાબ અમે તમને બતાવી દઇએ કે તેની કિંમત અંદાજે અસલી ઝેડ 4ની બરાબર જ છે. તેની કિંમત 1.26 લાખ ડોલર એટલે કે અંદાજે 57 લાખ રૂપિયા છે.
હા, એક ખાસ વાત એ છે કે તમે આ ઝેડ 4 નો ફકત સજાવટ માટે જ ઉપયોગ કરી શકો છે. કારણ કે તેમાં એન્જિન નથી. આ કારની લંબાઇ 5 મીટર અને પહોંળાઇ 2.15 મીટર છે.






0 comments:
Post a Comment