વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં માનવ રક્તવાહિનીઓ ઉગાડી
વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં નવી માનવ નસો ઉગાડવાની રીત રજુ કરી હોવાથી બજારમાં રક્તવાહિની મળતી થાય તો નવાઈ નથી.
આ સફળતા પાછળના સંશોધકોનું કહેવું છે કે પ્રયોગશાળામાં બનાવાયેલી રક્તવાહિનીઓનો એક વર્ષ સુધી સંગ્રહ કરી શકાશે અને તેને કોઈ પણ દર્દીમાં સુરક્ષિતપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ રક્તવાહિનીઓ éદયની સર્જરીમાં ક્રાંતિ લાવી શકે છે.
તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે રક્તવાહિનીઓ ટૂંક સમયમાં કૃત્રિમ આવૃત્તિનું સ્થાન લઈ શકે છે. કૃત્રિમ રક્તવાહિની આસાનીથી જામી જાય છે અને દર વર્ષે હજારો હાર્ટ બાયપાસ સહિતના સંખ્યાબંધ ઓપરેશન્સમાં તેનાથી ઈન્ફેકશન થઈ શકે છે.
વિજ્ઞાનીઓએ દર્દીના પોતાના કોષોમાંથી રક્તવાહિની બનાવવાની પદ્ધતિ વિકસાવી છે, પરંતુ આ પ્રક્રિયામાં નવ મહિના લાગે છે અને દર્દીઓ સામાન્ય રીતે સર્જરી માટે આટલો લાંબો સમય રાહ જોઈ શકે નહીં. અમેરિકામાંની ઈસ્ટ કેરોલિના યુનિવર્સિટીની ટીમે વિકસાવેલી નવી ટેકનિકમાં માનવ પેશીના દાતા કોષોનો ઉપયોગ કરીને એડવાન્સમાં નસો બનાવવામાં આવે છે. આ નસનું વાંદરાઓ પર સફળ પરીક્ષણ કરાયું છે.

0 comments:
Post a Comment