હવે લેસર પદ્ધતિથી શાર્ક અને વ્હેલની લંબાઈ જાણી શકાશ
હવે વ્હેલ અને શાર્ક જેવી માછલીઓની લંબાઈનું સાચું અનુમાન લગાવી શકાશે. એટલે કે અત્યાર સુધી વ્હેલ અથવા શાર્કને આપણે જેટલી લાંબી માનતાં હતાં તેનાથી વાસ્તવમાં ઘણી મોટી હોય છે. યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના વિજ્ઞાનીઓએ આ માછલીઓની લંબાઈ માપવા માટે નવી લેસર પદ્ધતિ વિકસાવી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યા અનુસાર લેસર કેમેરાથી આ માછલીઓની લંબાઈ માપવામાં આવે તો સામાન્ય રીત કરતાં ૫૦ સેમી સુધીનો ફરક પડે છે.
અત્યાર સુધી શાર્ક અથવા વ્હેલની લંબાઈ ફોટોમેટ્રિક પદ્ધતિથી માપવામાં આવતી હતી. તેમાં લંબાઈની ગણતરીનો અંદાજ ફોટોગ્રાફ્સ અથવા સામાન્ય રીતે જોઈને લગાવાતો હતો. પીએચડી વિદ્યાર્થી ક્રિસ્ટોફર રોહનરે જણાવ્યા અનુસાર શાર્ક અથવા વ્હેલ તરતી હોય તેવા સમયે પણ તેના આકારની માપણી થઈ શકશે. મતલબ કે આપણને અત્યાર સુધી સૌથી મોટી માછલીની લંબાઈ જે લાગતી હતી તેના કરતાં ઘણી વધારે હોઈ શકે છે.

0 comments:
Post a Comment