Saturday, February 19, 2011

ઓડીએ પણ બનાવવી પડે ભારત માટે ખાસ કાર

ઓડીએ પણ બનાવવી પડે ભારત માટે ખાસ કાર
ઓડીની લક્ઝરી કારના દિવાનાઓ માટે આવી ગયુ છે ઓડીનુ એક નવુ મોડલ. જર્મનીની ઑડી કંપનીએ ખાસ ભારતીય રસ્તાઓ ઉપર દોડતી પોતાની લોકપ્રિય સેડાન કાર આર-8નું નવું વર્ઝન 'ઑડી આર-8-5.2 એફએસઆઈ વિથ વી-10 એન્જીન' ને લૉન્ચ કર્યું છે.


આ કાર 317 કિલામીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ લગભગ 0 થી 3.9 સેકેન્ડમાં 100 કિલોમીટરની ઝડપ પકડી પાડે છે. ઑડી આર-8માં 5.2 લીટર 10 સિલિન્ડર એન્જીન છે અને 90લીટર ક્ષમતા પેટ્રોલ ટેન્ક આપવામાં આવ્યુ છે.


આ અગાઉ કંપનીએ ઑડી આર-8ને વી-8 એન્જીન સાથે વર્ષ 2008માં ભારતીય બજારમાં લૉન્ચ કરી હતી. જુની ઑડી- આર - 8ની ક્ષમતા વધારવાની સાથે સાથે આ નવી કારનું ઇન્ટીરીઅર એટલુ સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યુ છે કે લોકો જોતા રહી જાય.


ખાસ ભારતીય રસ્તાઓ માટે ડિઝાઈન થયેલી આ કારની કિંમત છે લગભગ 1 કરોડ 35 લાખ રૂપિયા.


આ કારમાં તમે ડ્રાઇવ કરતા સમયે આરામથી બેસી શકો તેટલી સ્પેસ આપવામાં આવી છે, અને સીટોને એટલી આરામદાયક બનાવાઈ છે કે સેજ પણ થાક ના અનુભવાય.


આ કાર પ્રસ્તુત થવાની સાથે જ કંપનીને 15 કારોનું બુકિંગ મળી ચુક્યુ છે. કંપની ભારતીય બજારમાં પોતાની 25 ટકાની ભાગીદારી બનાવવા માંગે છે જે અત્યારે 20 ટકા છે.

 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More