Saturday, February 19, 2011

2012માં આવશે 18 લાખની 'એપ્રિલા'

2012માં આવશે 18 લાખની 'એપ્રિલા'


ઇટાલીની ટૂવ્હિલર વાહન નિર્માતા કંપની 'પિઆગીઓ' પોતાની નવી સુપરબાઇક એપ્રિલા ભારતમાં પ્રસ્તુત કરવા જઈ રહી છે. ભારતમાં કંપની પોતાના પગ જમાવવા માટે મોટા પ્રમાણમાં રોકાણ કરવા જઈ રહી છે. કંપની પોતાના લોકપ્રિય સ્કૂટર સાથે ફરીથી નવા અંદાજમાં સામે આવવાની તૈયારીમાં છે.

પિઆગીઓ પોતાની નવી સુપર બાઇક એપ્રિલા સાથે એક વાર ફરીથી પોતાની સાખ બનાવાની તૈયારીમાં છે. 1000 સીસી પાવરની આ સુપરબાઇક દરેક અંદાજમાં અન્ય તમામ સુપરબાઇક કરતા અલગ જ છે.

આટલુ જ નહીં, એક વાર ફરી તે બજાજ સ્કૂટરની સ્પર્ધામાં ઉતરવા માટે વેસ્પા સ્કૂટરને તદ્દન નવા અંદાજમાં રસ્તા ઉપર લાવવા જઈ રહી છે.

પિયાગીઓની આ બન્ને પ્રોડક્ટ કિંમતની દ્રષ્ટિએ સાવ જૂદા જ રહેશે. સુપરબાઇક એપ્રિલાની કિંમત 13થી લઈને 18 લાખ રૂપિયાની વચ્ચે હશે.

જ્યારે વેસ્પા સ્કૂટર સમગ્ર રીતે દેસી હશે, પણ તેની કિંમત વિદેશી એટલે કે 50 હજાર રૂપિયાની આસ-પાસ રહેશે. કંપનીના આ બન્ને વાહનો આવતા વર્ષે, એટલે કે 2012માં પ્રસ્તુત કરવામાં આવશે.

કંપનીનો પુનામાં લગભગ 4.25 કરોડ રૂપિયાનો એન્જીન પ્લાન્ટ તૈયાર છે. આ ઉપરાંત કંપની ટૂ વ્હિલર વાહન માટે 200 કરોડ રૂપિયાના ખર્ચે 2 પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More