Saturday, February 19, 2011

આવી ગયું છે ટચ ઓપરેટેડ માઉસ

આવી ગયું છે ટચ ઓપરેટેડ માઉસ

શું તમે વર્ષો જૂના માઉસ પર ક્લિક અને સ્ક્રોલ કરીને કંટાળી ગયા છો? જો હા તો તમારા માટે આવી ગયુ છે આ નવુ માઉસ જે તમારી પરેશાનીને દૂર કરી દેશે. આઈટી કંપની જેક્રોબિક્સે ભારતમાં પહેલી પર ટચ પેનલ વાળુ માઉસ રજૂ કર્યુ છે. આ માઉસમાં ન તો ક્લિક બટન હોય છે અને ન તો સ્ક્રોલ વ્હિલ.

યુઝર આ માઉસની સપાટી પર પોતાની આંગળીઓ ફેરવીને તેને ચલાવી શકો છો. આ માઉસને કોલકત્તામાં ચાલી રહેલા ચાર દિવસીય 'કંપાસ આઈટી 2011 એક્સપો'માં લોન્ચ કરવામાં આવ્યો છે. જેક્રોબિક્સના નિર્દેશક રાજેશ દોશીએ જણાવ્યુ કે દેશભરમાં તેમની કંપનીના 100 આઉટલેટ છે જ્યાંથી તમે આ માઉસ ખરીદી શકો છો.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More