Saturday, February 19, 2011

આ રેફ્રિજરેટરને ટ્વિટર પર ફોલો કરો છો કે નહીં?

આ રેફ્રિજરેટરને ટ્વિટર પર ફોલો કરો છો કે નહીં?

લાસ વેગાસના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો દરમિયાન સાઉથ કોરિયાની એક કંપનીએ એવુ રેફ્રિજરેટર પ્રસ્તૂત કર્યુ હતું જે સ્પીકર્સ, ટચ-સ્ક્રિન અને વાઈ-ફાઈ સાથે ઈક્વિપ્ડ છે અર્થાત તેમાં તમે જોઈએ તેવી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેમ કે ટ્વિટર.

જો તમે તમારી મનપસંદ વાનગીની રેસિપિ તમારા મિત્રો સાથે શેર કરવા માંગો તો આ રેફ્રિજરેટર તમને તત્કાલ વિકલ્પ આપે છે, તેમ સેમસંગ કંપનીના પ્રવક્તા એડમ લીએ કહ્યુ હતું.

આ રેફ્રિજરેટરની સીધી સ્પર્ધા એલજીના ટિવી સાથેના રેફ્રિજરેટ સાથે થાય તેવી શક્યતા છે. પણ તે સિવાય સેમસંગનુ રેફ્રિજરેટર એપ્રિલ મહિનાથી $3299 (યુએસ)માં બજારમાં મળવા લાગશે. આ સિવાય તેમાં પેન્ડોરા ઓનલાઈન રેડિયો, કેલેન્ડર, એક ફોટો આલ્બમ અને ટચ સ્ક્રિન નોટપેડ જેના દ્વારા તમે પરિવારના અન્ય સભ્યો માટે પિક્ચર મેસેજ દોરી શકો છો.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More