Saturday, February 19, 2011

ફોનની બહાર ૩-ડી ઈમેજ બનશે

ફોનની બહાર ૩-ડી ઈમેજ બનશે


માત્ર પાંચ વર્ષમાં જ એવી ટેક્નોલોજી આવી જશે, જેમાં ફોન કરનારી વ્યક્તિની સાક્ષાત તસવીર મોબાઈલ ફોનની બહાર નીકળીને તમારી સાથે વાત કરશે. આઈબીએમે આગામી પાંચ વર્ષ માટે તેમના પાંચ અનુમાનોમાં આ સૌથી રસપ્રદ સંભાવના દર્શાવી છે, જે સાકાર થશે તો સમગ્ર લાઈફસ્ટાઈલ જ બદલાઈ જશે.

ત્યાં સુધીમાં કમ્પ્યૂટર, ટીવી સહિત મોબાઈલ ફોનમાં પણ થ્રી-ડી હોલોગ્રાફિક ઈમેજ ટેક્નોલોજી કામ કરતી થઈ જશે. આ તસવીરને જોવા માટે સ્પેશિયલ ચશ્માંની જરૂર પણ નહીં પડે! આઈબીએમે ‘નેકસ્ટ ફાઈવ ઈન ફાઈવ’ ભાવિ અનુમાનોમાં એમ પણ કહ્યું છે કે ૨૦૧૫ સુધીમાં સ્માર્ટ ફોન, કાર, કમ્પ્યૂટર અને સોશિયલ નેટવર્કમાં લાગુ થનારા સેન્સરની મદદથી વિજ્ઞાની સીધા જોઈ શકશે કે તમે ક્યાં છો અને શું કરી રહ્યા છો. મતલબ કે તમે ઈચ્છો તો વૈજ્ઞાનિક સંશોધન માટે પર્સનલ ડેટાનું દાન કરી શકશો.


 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More