Saturday, February 19, 2011

કમ્પ્યુટર હવે માત્ર 5 હજાર રૂપિયામાં

કમ્પ્યુટર હવે માત્ર 5 હજાર રૂપિયામાં

કમ્પ્યુટર સસ્તા થઈ રહ્યાં છે, પરંતુ એટલા પણ નહીં કે દરેક જણ તેને ખરીદી શકે.પરંતુ હવે તે સંભવ થવા જઈ રહ્યું છે કે દરેક જણ કમ્પ્યુટર ખરીદી શકે. હૈદરાબાદની એક કંપનીએ આ કાર્ય કરી બતાવ્યુ છે. જયપુરમાં આ દિવસોએ કૉમનવેલ્થ દેશોના નિષ્ણાતો આઈટી ક્રાંતિને ઘરે ઘરે પહોંચાડવાની યોજના ઉપર ચર્ચા કરી રહ્યાં છે.

હોટલ રામબાગના કન્વેન્શન સેન્ટરમાં ત્રીદિવસીય કૉમનવેલ્થ એન્ડ ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી મીટમાં એક એવુ કમ્પ્યુટર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે જે માત્ર 5000 રૂપિયાનું છે, અને તેમાં ગ્રીન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એટલે આ કમ્પ્યુટરથી માનો કે પર્યાવરણને કોઈ નુકસાન નથી. હૈદરાબાદની કંપની 'એલોકા ટેક્નોસૉલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ' આ સસ્તુ કમ્પ્યુટર પ્રસ્તુત કર્યું છે. તેની ખાસિયત એ છે કે જો વિજળી ન હોય તો આ સૌર ઉર્જાથી પણ ચાલી શકે છે.

તેનું વજન પણ ખાસ્સુ ઓછુ છે, જે માત્ર 100 ગ્રામ છે, અને તેમાં એક જીબીની જગ્યા આપવામાં આવી છે. તેમાં યૂટ્યૂબ, ફેસબુક, ગૂગલ ડૉક્સ અને ઑડિયો વીડિઓ પ્લેયર તમામ ફિચર્સ આપવામાં આવ્યા છે.

તેમાં કોઈ પણ પ્રકારના એલસીડી મૉનિટર સાથે પણ જોડી શકાય છે, અને આ કમ્પ્યૂટરને નાના ડબ્બામાં પણ સમાવી શકાય છે. તેને મોબાઇલ ફોન સાથે પણ જોડીને ઇન્ટરનેટની સુવિધાનો પણ લાભ લઈ શકો છો. આ ગામડાઓ અને નાના શહેરો માટે ખાસ્સુ ફાયદાકારક છે, અને તેના મેન્ટેનન્સ જેવી કોઈ સમસ્યા પણ નથી.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More