Saturday, February 19, 2011

ક્વોન્ટમ કમ્પ્યૂટર તૈયાર કરતાં ઓક્સફર્ડના વિજ્ઞાનીઓ

અત્યંત ઝડપી ક્વોન્ટમ કમ્પ્યૂટર તૈયાર કરતાં ઓક્સફર્ડના વિજ્ઞાનીઓ


સિલિકોનમાં ૧૦ અબજ બિટ્સ ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ જનરેટ કર્યા

ઓકસફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ અલ્ટ્રાફાસ્ટ એટલે કે અત્યંત ઝડપી ક્વોન્ટમ કમ્પ્યૂટર વિકસાવવામાં સફળતા મેળવી છે. વિજ્ઞાનીઓએ આ કમ્પ્યૂટરના સિલિકોનમાં ૧૦ અબજ બિટ્સ એન્ટેન્ગલમેન્ટ જનરેટ કર્યા છે. એન્ટેન્ગલમેન્ટ(જટિલતા કે જાળું-વેબ) એ એવું તત્વ છે, જેને કારણે ક્વોન્ટમ કમ્પ્યૂટરને પરંપરાગત કમ્પ્યૂટર ડિવાઈસથી ખૂબ જ ઝડપી બનાવે છે.

આ અંગે થયેલા સંશોધનનો અહેવાલ ‘એન્ટેન્ગલમેન્ટ ઈન એ સોલિડ સ્ટેટ સ્પીન એન્સેમ્બલ’ નામથી ‘નેચર’ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. સંશોધકોએ અત્યંત શુદ્ધ એવા સિલિકોન ક્રિસ્ટલમાં ઈલેક્ટ્રોન અને ફોસ્ફરસના અણુના ન્યૂકલીયસ વચ્ચે એન્ટેન્ગલમેન્ટ(જાળું) રચવા માટે અત્યંત ચુંબકીય ક્ષેત્ર અને નીચું તાપમાન રાખ્યું હતું.

સરળ સમજ :

ક્વોન્ટમ કમ્પ્યૂટરનું સર્જન કરવાની પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે એક સિક્કાનું ઉદાહરણ લઈએ. સિક્કો ઉછાળવાથી છાપ અને કાટા(કે વાઘ અને કાટા)માંથી ગમે તે એકની ૫૦ ટકા શક્યતા રહે છે. પરંતુ બન્ને સિક્કો જમીન પર ઊભો પડે તો જ બન્નેની શક્યતા રહે છે. આવું ભાગ્યે જ બને. બસ, ક્વોન્ટમ કમ્પ્યૂટર માટે આવું જ જરૂરી છે. ઊંચા તાપમાને બન્ને ઈલેકટ્રોન સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશા સાથે પરસ્પર મિક્સ થઈ જાય તેવી ૫૦ ટકા શક્યતા રહે છે. પરંતુ નીચા તાપમાને યોગ્ય સ્થિતિ ઊભી કરાય તો એક જ સમયે વિરુદ્ધ દિશા સાથે મિક્સ થવાની ઘટના શક્ય બને છે અને ત્યારે જ રચાય છે સ્પિન એન્ટેન્ગલમેન્ટ એટલે કે ચુંબકીય જાળું.

 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More