
આ તો કાર છે કે એરોપ્લેન છે?
તમે સ્પોર્ટ્સ કાર વિશે તો સાંભળ્યુ હશે, સુપર કાર વિશે પણ સાંભળ્યુ હશે, પરંતુ હાઇપર કાર વિશે કદાચ પહેલી વાર સાંભળી રહ્યાં હશો.
આ પ્રકારની કારોની ઝડપ વિમાનોની ઝડપની બરોબરી કરવા બરાબર હોય છે. આ કાર જ્યારે દોડાવામાં આવે ત્યારે તમે વિમાની ઝડપનો અનુભવ કરી શકો છો.
ક્યારેક જો તમને આ કાર તેની ઉચ્ચતમ ઝડપમાં જોવા મળી પણ જાય, તો પણ તેની તોફાની ગતીથી તમે કારને સ્પષ્ટ રીતે જોઈ પણ નહીં શકો.
કાર બનાવનારી ઇટાલીયન કંપની 'પગાની મોટર્સ'એ થોડા વર્ષ પહેલા જ આવી એક હાઈપર કાર લૉન્ચ કરી હતી, જેને નામ આપવામાં આવ્યુ હતુ 'ઝોન્ડા'.
પરંતુ આ વખતે કંપનીએ તેના કરતા પણ વધારે એડવાન્સ કાર તૈયાર કરી છે. અને આ કારનું નામ આપવામાં આવ્યુ છે 'હુઆયરા'. પ્રાપ્ત સમાચારનુસાર આ કારની કિંમત છે 1.5 મિલિયન ડૉલર એટલે કે 7 કરોડ રૂપિયા આસપાસ.
જાણવા મળ્યુ છે કે કંપનીએ 7 વર્ષોના સંશોધન પછી આ કારને તૈયાર કરી છે. કંપની પ્રમાણે આ કારના બે વર્ઝન મૉડલ બજારમાં ઉતારવામાં આવશે.
તેમાનું પહેલી કાર 91.8 કિલોગ્રામ વજન વાળા એન્જીન સાથે 700 બીએચપીની ક્ષમતા ધરાવે છે, જ્યારે બીજી 112 કિલોગ્રામ વજન ધરાવતા એન્જીન સાથે 730 બીએચપીની ક્ષમતા આપશે.
પોતાની પૂરી ઝડપમાં આ કાર 230 માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડશે, ત્યાંજ 62 માઇલ પ્રતિ કલાકનીની ઝડપ મેળવવા માત્ર 3.3 સેકેન્ડનો સમય લેશે.
કંપનીએ જણાવ્યુ હતુ કે દમદાર એન્જીન સાથે આ કારમાં સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ, બ્લુટૂથ કનેક્ટિવિટિ, વધારે કેબીન સ્પેશ, અને અન્ય લક્ઝૂરિઅસ ફિચર્સ પણ આ કારમાં પૂરા પાડવામાં આવ્યા છે






0 comments:
Post a Comment