જોવા જેવો છે એમ્બેસેડરનો આ નવો અવતાર
સરકારી અધિકારીઓની શાન ગણાતી ભારતની કાર એમ્બેસેડર હવે એક નવા અવતારમાં જોવા મળવાની છે. તેની નિર્માતા કંપની હિન્દૂસ્તાન મોટર્સ હવે તેનું નાનુ વર્ઝન લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
કલકતાથી પ્રાપ્ત સમાચારો પ્રમાણે ચંદ્રકાંત બિરલાની કંપની હિન્દુસ્તાન મોટર્સે નાની કારનો પ્રોટોટાઇપ (ડેમો) તૈયાર કરી લીધુ છે, અને તેને ટૂંક સમયમાં ડીલરો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. તેમની સહમતિ અને સલાહ-સુચનોના આધારે આ કારને બજારમાં ઉતારવામાં આવશે.
હિન્દુસ્તાન મોટર્સના એક સુત્રએ જણાવ્યુ હતુ કે કંપની આ કારની તૈયારીમાં લાગી ગઈ છે, અને તે એમ્બેસેડરના પ્લેટફોર્મ ઉપર જ આ કારનું નિર્માણ કરશે. આ કાર હેચબેક અને સેડાન બન્ને વર્ઝનમાં પ્રસ્તુત કરાશે અને જુલાઈ મહીનામાં આ કારને બજારમાં ઉતારી દેવાશે

0 comments:
Post a Comment