ટેબલેટ ક્યારેય પીસીનું સ્થાન નહીં લઈ શકે
લેનોવો કંપનીએ જણાવ્યું હતું કે ટેબલેટ કમ્પ્યૂટરના વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી છે પરંતુ તે ક્યારેય પર્સનલ કમ્પ્યૂટરનું સ્થાન નહીં લઈ શકે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રોરી રોડનું અનુમાન છે કે પીસીના બજારમાં ટેબલેટ વધુમાં વધુ ૧૦થી ૧૫ ટકા હિસ્સો લઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ‘મારા મતે ટેબલેટ નેટબુકનું સ્થાન લઈ શકે છે. નેટબુક હવે ખતમ થઈ રહ્યાં છે.’ તેઓ માને છે કે લેનોવોના ટેબલેટથી તેમની કંપનીના પર્સનલ કમ્પ્યૂટરના વેચાણ પર કોઈ અસર નહીં પડે. આ વર્ષે પીસીના બજારમાં ૪૦ કરોડ યુનિટ વેચાવાનું અનુમાન છે.

0 comments:
Post a Comment