ડ્રાઇવરે ફુલ પીધેલો હશે તો કાર સ્ટાર્ટ જ નહિ થાય
ડ્રાઇવર આલ્કોહોલ ડિટેકશન સિસ્ટમ્સ ફોર સેફ્ટી નામની આ નવી ટેક્નોલોજી શોધાઇ હોવાનો દાવો
ભાવિ ટેક્નોલોજી પીધેલા ડ્રાઇવરો પર રોક લગાવશે અને અનેકનાં જીવ બચાવશે. કેમ કે, મેસેશ્યૂટ્સમાં સંશોધનકર્તાઓએ એક એવી સિસ્ટમ વિકસાવી છે જે અનુસાર ડ્રાઇવરોનાં લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કાયદેસરની મર્યાદા કરતાં વધુ હશે તો કાર ચાલુ જ નહિ થાય.
‘ડ્રાઇવર આલ્કોહોલ ડિટેકશન સિસ્ટમ્સ ફોર સેફ્ટી’ તરીકે ઓળખાતી આ નવી ટેક્નોલોજીમાં સેન્સર્સનો ઉપયોગ કરાશે. જે બે સંભવિત માર્ગે ડ્રાઇવરોના લોહીમાં આલ્કોહોલના પ્રમાણને માપી શકશે. ડ્રાઇવરના શ્વાસની પ્રક્રિયાને તપાસીને અથવા ચામડી દ્વારા એમ બે પ્રકારે આલ્કોહોલના પ્રમાણને માપી શકાશે. આ અત્યાઘુનિક ‘ટચ-બેઝ્ડ’ સેન્સર્સને સ્ટેરિંગ વ્હિલ્સ અથવા દરવાજાના તાળા જેવા સ્થળોએ મૂકવામાં આવશે.
આ પદ્ધતિ અનુસાર ડ્રાઇવરોના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ હોવાનું આ સિસ્ટમ શોધી કાઢશે તો વાહન સ્ટાર્ટ થશે નહીં. ન્યૂ મેક્સિકો અને સ્વિડનની કંપનીઓ સાથે મળીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેસિલિટી કવીન્ટિક્યૂ નોર્થ અમેરિકા ઇન્ડસ્ટ્રીઝે તૈયાર કરેલી આ ટેક્નોલોજી કાર ઉત્પાદકો માટે વૈકલ્પિક રહેશે. સંશોધનકર્તાઓનો દાવો છે કે તેમની આ પદ્ધતિ માત્ર એક સેકન્ડમાં જ ડ્રાઇવરોમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તેનું મૂલ્યાંકન કરશે.

0 comments:
Post a Comment