Saturday, February 19, 2011

પાણીમાં તરશે આ હોટલ!

પાણીમાં તરશે આ હોટલ!

શું તમે એવા ઘરની કલ્પના કરી શકો જેના પર ભૂકંપ અને પૂર જેવી કોઈ પણ કુદરતી આફતની અસર માત્ર ન થાય? હા, હવે આ શક્ય બની શકે છે અને આ કલ્પનાને હકીકતનુ રૂપ આપવામાં આવશે.

રશિયાની ડિઝાઈનિંગ ફર્મ રેમીસ્ટૂડિયોએ એવી હોટલની ડિઝાઈન તૈયાર કરી છે જેના પર પૂર, સુનામી, ભૂકંપ જેવી આપત્તીઓની કોઈ અસર નહીં થાય. શંખના આકારવાળી 'હોટલ આર્ક'ની ડિઝાઈન કંઈક એવી રીતે બનાવવામાં આવી છે જેના માળખા પર એકસરખો જ વજન રહેશે.

આ હોટલ પાણીમાં તરશે અને પાણી અને વીજળીની સુવિધા માટે સંપૂર્ણ રીતે પ્રકૃતિ પર આધાર રાખશે. વરસાદનુ પાણી ફિલ્ટર થઈને પીવા માટે વાપરી શકાશે અને તેમાં લાગેલા સોલાર પેનલ્સથી વીજળી પેદા કરવામાં આવશે. રેમીસ્ટૂડિયો આ કલ્પનાને હકીકતમાં કંડારવા માટે નિષ્ણાંતોની શોધમાં છે.

ઈકો ફ્રેન્ડલી હશે હોટલ
ગ્રીન હાઉસ જેવુ વાતાવરણ ધરાવતી આ હોટલ આર્કની ડિઝાઈનમાં હરિયાળીનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. હોટલમાં સાફ ઓક્સિજન માટે નાના છોડવાઓ પણ રાખવામાં આવશે. હોટલનુ માળખુ રિસાઈકલેબલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવશે અને તેના પર ઓટો ક્લિન શીટનુ આવરણ હશે જેના કારણે તે જાતે સાફ પણ થતી રહેશે.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More